HomeGujaratમોરબીમાં મહર્ષિ વાલ્મીકિ જયંતિ સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી 

મોરબીમાં મહર્ષિ વાલ્મીકિ જયંતિ સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી 

મોરબીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રનું વર્ણન કરનાર અને વિશ્વના પ્રથમ મહાકાવ્ય રામાયણના રચયિતા, વેદોના જ્ઞાતા તથા આદિકવિ મહર્ષિ વાલ્મીકિજીના પ્રાગટ્ય દિન નિમિત્તે જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહર્ષિ વાલ્મીકિજીને ફુલહાર અર્પણ કરી કોટિ કોટિ વંદન કરવામાં આવ્યા હતા તેમજ સફાઈ કર્મચારીઓને મોઢું મીઠું કરાવી આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સમસ્ત વાલ્મીકિ સમાજના આગેવાનો તથા અનુસૂચિત જાતિ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર ડો. દેવેનભાઈ રબારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular