HomeGujaratપ્રેમિકા સાથે ઝઘડા અને માનસિક તકલીફ બાદ યુવાને પોતાની જિંદગી ટૂંકાવી

પ્રેમિકા સાથે ઝઘડા અને માનસિક તકલીફ બાદ યુવાને પોતાની જિંદગી ટૂંકાવી

મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં મજૂરી કામ કરતા ઉત્તરપ્રદેશના વતની યુવાને માનસિક બીમારી અને પ્રેમિકા સાથે ફોન પર થયેલા ઝઘડા બાદ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ગોરખીજડિયા ગામની સીમમાં આવેલી ઓટોપેક ફેક્ટરીમાં લેબર કોલોનીમાં રહેતા આશિષ ધરમપાલ પાસવાન (ઉં. 25)ને માનસિક તકલીફ હોવાથી દવા ચાલુ હતી. આશિષનો એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને બંને વચ્ચે ફોન પર બોલાચાલી થતા આશિષને મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લીધી હતી.

તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

RELATED ARTICLES

Most Popular