HomeMorbiવાંકાનેરના હસનપર ગામે ઘરે પાર્ક કરેલું 35 હજારનું બાઈક ચોરાઈ ગયું

વાંકાનેરના હસનપર ગામે ઘરે પાર્ક કરેલું 35 હજારનું બાઈક ચોરાઈ ગયું

વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા યુવકના બાઈકની ચોરીનો બનાવ સામે આવ્યો છે. વિગત મુજબ, અજયભાઈ ભુપતભાઈ પરસોંડા (ઉ.29) ના ઘર પાસે પાર્ક કરેલું તેની માલિકીના અંદાજે રૂપિયા 35 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કર ઉઠાવી લઈ ફરાર થઈ ગયો હતો.

બાઈક ચોરીની ઘટના બાદ અજયભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular