HomeGujaratમોરબીના જીકીયારી ગામે ખેતર જવાના ગાડા માર્ગે ચાલવા ન દય મામલતદારના હુકમનો...

મોરબીના જીકીયારી ગામે ખેતર જવાના ગાડા માર્ગે ચાલવા ન દય મામલતદારના હુકમનો ભંગ કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ 

મોરબી તાલુકાના જીકીયારી ગામની સીમમાં વૃદ્ધની જમીન આવેલ હોય જે ખેતરમાં જવા માટેનો ગાડા માર્ગ આરોપીની જમીનમાંથી પસાર થતો હોવા છતાં આરોપીઓ ચાલવા દેતા ન હોય વૃદ્ધે મોરબી મામલતદારમા અરજી કરતા મામલતદાર માર્ગ ખૂલ્લો કરવા હુકમ કરેલ હોવા છતા આરોપીઓ વૃદ્ધને ચાલવા ન દેતા હોવાથી બે શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જીકીયારી ગામે રહેતા જયંતિભાઈ શંકરભાઇ બાવરવા (ઉ.વ‌.૬૧) એ આરોપી ભુદરભાઈ ત્રિભોવનભાઈ બાવરવા તથા ભાવેશભાઈ ભુદરભાઈ બાવરવા રહે. બંને જીકીયારી ગામવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની જમીન સર્વે નં.૧૦૨ પૈકી ૨ વાળા ખેતરમાં અવર જવર માટેનો ગાડા મારગ આરોપીની જમીન સર્વે નં.૧૦૨ પૈકી ૧ માંથી પસાર થતો હોવા છતાં આરોપીઓ ચાલવા દેતા ન હોઇ જેથી ફરીયાદીએ મામલતદાર મોરબી તાલુકા સમક્ષ મામ.કોર્ટ કેશ નં.૦૬/૨૦૨૧ કેશ કરતા મામલતદાર મોરબી તાલુકા દ્વારા ગઇ તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર, સાતી, સંચ ,ગાડા વિગેરેની અવર જવર કરી શકે તેટલો મારગ ખુલ્લો કરવા અને રસ્તાની જગ્યામાં કોઇપણ રીતે અવરોધ, અંતરાય કે અટકાયત ઉભી ન કરવા સારૂ કાયમી હુકમ કરેલ હોવા છતા આરોપીઓ ગઇ તા.૧૫/૧૧/૨૦૨૫ થી ફરીયાદીને અવર જવર કરવા દેતા ન હોઇ અને મામલતદાર મોરબી તાલુકાના હુકમનું પાલન ન કરી તેનો ભંગ કરતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular