વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના નવનિર્મિત આર.સી.સી. રોડનું કામ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના વિશેષ પ્રયત્નોથી કરવામાં આવેલ. જે રોડના કામની ગુણવત્તા અને પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રૂબરૂ મુલાકાત દરમિયાન તેમણે રોડના કામની ટેકનિકલ વિગતો ચકાસી હતી તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને કામ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાની નેમ સાથે સાંસદ સતત કાર્યરત છે. આ રોડ બનવાથી સ્થાનિક વાહનવ્યવહાર વધુ સરળ અને ઝડપી બનશે.

