મળતી માહિતી મુજબ પુજાબેન રમણીકભાઈ કરશનભાઈ ફુલતરીયા એ આરોપી – વિક્રમભાઈ ગોરધનભાઈ ફુલતરીયા વિરુદ્ધ ફરીયાદમા જણાવ્યું હતું કે ફરીયાદીના પિતા રમણીકભાઈ કરશનભાઈ તેમની કુળદેવીના ભુવા હોય અને આરોપીએ ફરીયાદીના પિતા પાસે દાણા જોવડાવવા ફરીયાદીના ઘરે જતા મરણજનારે આરોપીને પોતાના પતિ છત ઉપર સુતેલ હોવાનું જણાવતા, આરોપીને સારૂ નહી લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીના પિતાને ઉઠાડવા બાબતે ઝઘડો કરી પોતાની પાસેની છરી વતી ફરીયાદીને ડાબા ગાલ પર એક ઘા મારી તથા ડોક નીચે ઈજા તેમજ મુંઢ ઈજા કરી ફરીયાદીની નાની બહેન કાજલને પેટના ભાગે એક ઘા મારી ઈજા કરી તથા આ મૃતક કંચનબેનને પેટની નીચેના ભાગે છરીનો એક ઘા મારી જોરથી પછાડી દઈ ગંભીર પ્રકારની ઈજા તેમજ માથામાં મુંઢ ઈજા કરી મોત નીપજાવ્યાનો ગુન્હો દાખલ કરેલ હોય
જે ફરીયાદીના કામે સેશન્સ કેસ નં. ૩૯/૨૦૨૦ ચાલી જતા મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવે આરોપીને આઈ.પી.સી. કલમ ૩૦૨ મુજબ તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસ અને રૂ. ૨૦,૦૦૦/- દંડની સજા ફરમાવેલ છે. તેમજ આઈ.પી.સી. કલમ ૩૨૩ મુજબ ૦૬ માસની સજા અને ૧,૦૦૦/- દંડ ફરમાવેલો છે. તેમજ આઈ.પી.સી. કલમ ૩૨૪ મુજબ ૨ વર્ષની સજા અને ૫,૦૦૦/- દંડ ફરમાવેલો છે.
આ ગુનામાં સરકાર પક્ષે પીએસઆઇ આર. પી. જાડેજા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની રોકાયેલ હતા.

