HomeGujaratમોરબીના આમરણ ગામે વીજ શોર્ટ લાગતા ૧૯ વર્ષીય યુવાનનુ મોત 

મોરબીના આમરણ ગામે વીજ શોર્ટ લાગતા ૧૯ વર્ષીય યુવાનનુ મોત 

મોરબી તાલુકાના આમરણ ગામે વીજળીના થાંભલા ઉપર કામ કરવા ચડેલ યુવકને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડ રાજ્યના વતની હાલ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા સુખદેવ ચુનિયાભાઈ લોહરા નામના 19 વર્ષીય યુવક વીજળીના થાંભલા ઉપર કામ કરવા ચડ્યા હોય ત્યારે કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસા ધરી છે.

RELATED ARTICLES

Most Popular