HomeGujaratમોરબી વિસ્તારમાં ડીઝલ ચોરીના ગુન્હા આચરતી "સમા ગેંગ"ના વધુ બે ઈસમોને પોલીસે...

મોરબી વિસ્તારમાં ડીઝલ ચોરીના ગુન્હા આચરતી “સમા ગેંગ”ના વધુ બે ઈસમોને પોલીસે દબોચી લીધા 

મોરબી તાલુકાના અલગ-અલગ વીસ્તારોમાં ડીઝલ ચોરી ના ગુન્હાઓ આચરતી “સમા ગેંગ’ નાસતા ફરતા બે આરોપીને મુદ્દામાલ વાહન સાથ મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ડીઝલ ચોરીના ગુન્હાઓ રજિસ્ટર થયેલ જે ગુન્હાના બે આરોપીઓ નાસતા ફરતા પકડવા હોય અને પકડવાના બાકી હોય જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ પકડવના બાકી આરોપીઓને શોધી કાઢવા પ્રત્યનશીલ હોય જે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે આ ડીઝલ ચોરી ના ગુન્હાઓને અંજામ આપનાર “સમા ગેંગ’ ના પકડવાના બાકી આરોપી અસ્લમભાઇ ઉર્ફે અનવરભાઈ કમાલમિશ્ર સમા રહે-માધાપર જુનાવાસ તા.ભુજ જી.કચ્છ તથા ઉસ્માણભાઇ મલેકભાઇ સમા રહે-માધાપર જુનાવાસ તા.ભુજ જી.કચ્છવાળાને મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular