Sunday, April 19, 2026
HomeGujaratવર્ષ-૨૦૨૫ દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પરિણામલક્ષી કામગીરી કરતી મોરબી...

વર્ષ-૨૦૨૫ દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પરિણામલક્ષી કામગીરી કરતી મોરબી પોલીસ

Advertisement
Advertisement

જિલ્લાનો ક્રાઈમ રેટ નીચો લાવવા કરેલ કાર્યવાહી:-

મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમ્યાન ગંભીર પ્રકારના મિલ્કત સંબંધી ગુન્હાઓમાં મુખ્યત્વે લુંટના ગુનાઓ ૮૩%, ધાડના ગુનાઓ ૧૦૦%, ઘરફોડ ચોરીના ૭૧% અને વાહન સહિત અન્ય ચોરીના ૭૪% ગુનાઓ શોધી કાઢી, મહતમ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે. તેમજ શરીર સંબંધી ગુન્હાઓ જેવા કે હત્યા, હત્યાની કોશીષ, મહાવ્યથા, રાયોટીંગ જેવા ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને ત્વરીત શોધી કાઢી તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

પ્રોહીબીશન- જુગારની બદી નેસ્તનાબુદ કરવા કરેલ કાર્યવાહી:-

જિલ્લાનું યુવાધન નશાના વ્યસનથી દુર રહી જિલ્લાની પ્રગતિમાં ભાગીદાર બને અને જિલ્લામાંથી નશાની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ થાય તે અંગે ગ્રાઉન્ડ લેવલથી પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં વર્ષ-૨૦૨પ દરમ્યાન પ્રોહીબીશનના કુલ- ૭૦૪૫ ગુન્હાઓ શોધી કાઢી કુલ કિ.રૂ. ૨૦,૬૪,૩૭,૪૩૫/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ જુગારધારાની બદી નેસ્તનાબુદ કરવા અંગે કાર્યવાહી હાથ ધરી વર્ષ-૨૦૨૫ દરમ્યાન જુગારધારાના ૫૨૩ ગુન્હાઓ શોધી કાઢી કુલ કિ.રૂ. ૧,૪૬,૩૧,૩૯૫/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

હથિયારધારા તથા એન.ડી.પી.એસ. હેઠળ કરેલ કાર્યવાહી:-

મોરબી જિલ્લાની દરીયાઇ સરહદમાં ડ્રગ્સ, હેરોઇન જેવા માદક પદાર્થોની ઘુસણખોરી અટકાવવા દરીયાઇ પેટ્રોલીંગ કરવામાં આવે છે. તેમજ ચાલુ વર્ષ-૨૦૨૫ માં હથિયારધારા હેઠળ કુલ-૩૪ કેસો શોધી કાઢેલ અને એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ૧૪ કેસો કરી નશીલા પદાર્થ જેની કિ.રૂ.૧૦,૮૩,૯૧૦/- નો મુદ્દામાલ પકડી પાડી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.

નાસતા ફરતા તથા પેરોલ જમ્પ આરોપીઓ પકડવા કરેલ કાર્યવાહી:-

સને-૨૦૨૫ ના વર્ષમાં જિલ્લાના નાસતા- ફરતા આરોપીઓ- ૩૮ અને પેરોલ જમ્પ થયેલ કેદી- ૪ તેમજ અન્ય જિલ્લાના- ૩ મળી કુલ-૪૫ આરોપીઓ પકડી કાયદાના બંધનમાં લેવામાં આવેલ ๒.

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા લીધેલ અટકાયતી પગલા:-

જિલ્લાના કોઈપણ સામાન્ય બનાવને પ્રથમથી જ ડામી દેવા સારૂ ત્વરીત કાર્યવાહી હાથ ધરી ગુનાખોરી રોકવા માટે કુલ-૧૫૭૨૮ ઇસમો વિરૂદ્ધ અટકાયતી પગલાંઓ લઇ સુલેહ શાંતીનો ભંગ થતો અટકાવી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવામાં આવેલ છે તેમજ વારંવાર ગુન્હાઓ કરતા અસામાજિક તત્વોની અસામાજિક પ્રવૃતી કરતા અટકાવવા સંબંધે ચાલુ વર્ષ-૨૦૨૫ માં પાસા-૯૭ અને હદપારી-૯૨ દરખાસ્ત કરી ગુન્હેગારોને કાયદાની પ્રતીતિ કરાવેલ છે, જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ખુબ જ અસરકારક સાબિત થયેલ છે.

→ હથિયાર પરવાના રદ કરાવવા કરેલ કાર્યવાહી–

જિલ્લામાં હથિયાર પરવાનેદારો દ્વારા કોઇ ગુન્હાઓ આચરેલ હોય, પરવાનેદારના કુંટુંબના સભ્યો વિરૂધ્ધ ગુન્હાઓ નોંધાયેલ હોય, એક જ કુટુંબમાં એક કરતા વધારે પરવાનેદાર હોય, પોતાના હથિયાર પરવાના સમયસર રિન્યુ કરાવેલ ન હોય તેવા ઇસમો સામે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર શ્રી, મોરબી તથા એસ.ડી.એમ. કચેરી સાથે સંકલન કરી, હથિયાર પરવાનાઓ રદ કરાવવા કાર્યવાહી હાથ ધરેલ છે.

+ અકસ્માતના બનાવો ઘટાડવા તથા ટ્રાફીક નિયમન અંગે કરેલ કાર્યવાહી:-

હાલના યાંત્રિક યુગમાં અકસ્માતોની સંખ્યા ઘટાડવા, મહામુલી માનવ જિંદગી બચાવવા સારૂ જિલ્લામાં કેફી પીણુ પી ને વાહન ચલાવનાર, ટ્રાફીક નિયામોનું વારંવાર ભંગ કરનાર, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવર સ્પીડમાં વાહનો ચલાવનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

ટ્રાફીક નિયોનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી, ટ્રાફીક ભંગ કરનાર ઇસમોને કુલ-૫૬૦૪૯ એન.સી. આપી, કુલ રૂ. ૨,૫૬,૩૧,૭૦૦/- નો દંડ વસુલવામાં આવેલ છે. તેમજ કુલ-૫૦૬૪ વાહનોને એમ.વી.એકટ-૨૦૭ મુજબ ડીટેઇન કરેલ છે. તેમજ રોડ અકસ્માતમાં માનવ જિંદગી બચાવવા સારૂ અને માર્ગ અકસ્માત ઘટાડવા માટે અસરકારક કામગીરી કરી, B.NS.-૨૮૫-૧૮૩૦ કેસો, B.N.S.-૨૮૧-૧૫૦૦ કેસો, અને ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ કરતા-૬૬૩ વિરૂધ્ધ એમ.વી.એકટ કલમ-૧૮૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત “SHE TEAM” :-

સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજય માર્ગ સુરક્ષા નિધિ યોજના અંતગર્ત મોરબી જિલ્લામાં કુલ-૯૧ બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ તથા SHE TEAM દ્વારા બોડી વોર્ન કેમેરાની મદદથી મહિલાઓની સુરક્ષાની સાથેસાથ ટ્રાફીક નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુન્હાની તપાસ, પોલીસ રેઇડ, અગત્યની ફરજ બંદોબસ્ત વિડીયો રેકોર્ડીંગ સાથે કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે.

+ નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) થી કરવામાં આવતી ડીટેકશન કાર્યવાહી:-

મોરબી શહેરમાં સરકાર શ્રી દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત ફેજ-1-હાઇ ડેફીનેશન કવોલીટીના ૧૨૦ સી.સી.ટી.વી કેમેરા લગાવી, કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોરબી શહેરોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. તેમજ સી.સી.ટી.વી કેમેરા આધારે ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ અન્ય ગુનાઓ શોધી કાઢી, આવી ગુન્હાહીત પ્રવૃતિ ડામવા સતત પ્રયત્નશીલ છે. તેમજ ટ્રાફીક ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ રોજના ૧૦૦ થી વધારે ઇ- ચલણ દ્વારા દંડ વસુલવામાં આવે છે.

+ વ્યાજખોરના દુષણને અટકાવવા માટે ખાસ ઝુંબેશનું આયોજન:-

સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુક્તિ અપાવવા, તેમજ આવી અસામાજિક પ્રવૃતિ કરતા વ્યકિતઓ ઉપર કાયદાનો અંકુશ રાખવા, illegal money lending activities (ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃતિ) કરતા વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ જેમાં વર્ષ-૨૦૨૫ દરમ્યાન જિલ્લામાં વ્યાજવટાવના અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા કુલ- ૧૧૫ ઇસમો વિરુધ્ધ કુલ- ૨૭ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ કૂલ -૪ અસામાજિક તત્વો વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

+ સાયબર ક્રાઇમ ના ભોગ બનેલ વ્યકિતઓના નાણા પરત અપાવવા કરેલ કાર્યવાહી:-

 

હાલના આધુનિક યુગમાં ડિજીટલ ક્રાઇમ એટલે કે “સાયબર ક્રાઇમ”ના ભોગ બનેલ સામાન્ય નાગરીકોની પરસેવાની કમાણીના નાણા પરત અપાવવા સારૂ “હેલ્પ લાઇન નંબર-૧૯૩૦” ની મદદથી મોરબી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ આયોજન હાથ ધરી, નામદાર લગત કોર્ટ સાથે સંકલન કરી, ચાલુ વર્ષ-૨૦૨૫ દરમ્યાન ફ્રોડમાં ગયેલ રૂ.૯૦,૩૫,૦૧૦ /- ની રીકવરી કરાવી, અનેક ભોગ બનનારોને નાણા પરત કરવામાં આવેલ છે.

મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત “SHE TEAM” :-

સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજય માર્ગ સુરક્ષા નિધિ યોજના અંતગર્ત મોરબી જિલ્લામાં કુલ-૯૧ બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ તથા SHE TEAM દ્વારા બોડી વોન કેમેરાની મદદથી મહિલાઓની સુરક્ષાની સાથેસાથ ટ્રાફીક નિયંત્રણ, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુન્હાની તપાસ, પોલીસ રેઇડ, અગત્યની ફરજ બંદોબસ્ત વિડીયો રેકોર્ડીંગ સાથે કરવા માટેની કાર્યવાહી હાથ ધરેલ છે.

નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) થી કરવામાં આવતી ડીટેકશન કાર્યવાહી:-

મોરબી શહેરમાં સરકાર શ્રી દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતગર્ત ફેજ-1-હાઇ ડેફીનેશન કવોલીટીના ૧૨૦ સી.સી.ટી.વી કેમેરા લગાવી, કમાન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા મોરબી શહેરોનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. તેમજ સી.સી.ટી.વી. કેમેરા આધારે ઘરફોડ ચોરી, વાહન ચોરી તેમજ અન્ય ગુનાઓ શોધી કાઢી, આવી ગુન્હાહીત પ્રવૃતિ ડામવા સતત પ્રયત્નશીલ છે. તેમજ ટ્રાફીક ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ રોજના ૧૦૦ થી વધારે ઇ-ચલણ દ્વારા દંડ વસુલવામાં આવે છે.

+ વ્યાજખોરના દુષણને અટકાવવા માટે ખાસ ઝુંબેશનું આયોજન:-

સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્તિ અપાવવા, તેમજ આવી અસામાજિક પ્રવૃતિ કરતા વ્યકિતઓ ઉપર કાયદાનો અંકુશ રાખવા, Illegal money lending activities (ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃતિ) કરતા વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જેમાં વર્ષ-૨૦૨૫ દરમ્યાન જિલ્લામાં વ્યાજવટાવના અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા કુલ- ૧૧૫ ઇસમો વિરૂધ્ધ કુલ- ૨૭ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ કૂલ -૪ અસામાજિક તત્વો વિરૂધ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

♦ સાયબર ક્રાઇમ ના ભોગ બનેલ વ્યકિતઓના નાણા પરત અપાવવા કરેલ કાર્યવાહી:-

હાલના આધુનિક યુગમાં ડિજીટલ ક્રાઇમ એટલે કે “સાયબર કાઇમ”ના ભોગ બનેલ સામાન્ય નાગરીકોની પરસેવાની કમાણીના નાણા પરત અપાવવા સારૂ હેલ્પ લાઈન નંબર-૧૯૩૦” ની મદદથી મોરબી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ આયોજન હાથ ધરી, નામદાર લગત કોર્ટ સાથે સંકલન કરી, ચાલુ વર્ષ-૨૦૨૫ દરમ્યાન ફ્રોડમાં ગયેલ રૂ.૯૦,૩૫,૦૧૦ /- ની રીકવરી કરાવી, અનેક ભોગ બનનારોને નાણા પરત કરવામાં આવેલ છે.

અસામાજિક તત્વો વિરૂધ્ધ કરેલ કાર્યવાહી:-

જિલ્લામાં અસામાજિક ગુંડા તત્વો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા ૧૦૦ કલાકના એજન્ડા અંતર્ગત કુલ-૧૦૬ અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોય તેવી કુલ-૨૪ ગે.કા. બાંધકામનું ડીમોલેશન કરી ૧,૧૭,૬૯૯ ચોરસ ફુટ જમીન ખાલી કરવામાં આવેલ. તેમજ પી.જી.વી.સી.એલ. સાથે સંકલન કરી ૩૪ અસામાજિક ઇસમોના ગેરકાયદેસર વીજ જોડાણ રદ કરી કુલ- રૂ.૨૭,૩૫,૧૫૨/- દંડની કાર્યવાહી કરવામાં આવેલ.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular