Sunday, April 19, 2026
HomeGujaratટંકારામાં દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં સર્વિસ બાબતે મજૂરો સાથે બોલાચાલી કરી એક શખ્સ...

ટંકારામાં દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં સર્વિસ બાબતે મજૂરો સાથે બોલાચાલી કરી એક શખ્સ આપી મારી નાખવાની ધમકી 

Advertisement
Advertisement

ટંકારા શહેરમાં ટંકારા રાજકોટ હાઇવે રોડ પર આવેલ યુવકની દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં એક શખ્સે સર્વિસ કરવા બાબતે સર્વિસ સ્ટેશનમાં કામ કરતા મજૂરો સાથે બોલાચાલી કરી બેફામ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી સર્વિસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારામાં મોરબી નાકાની બાજુમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા આરીફ ભાઈ હાસમભાઇ અબરાણી (ઉ.વ.૩૫) એ આરોપી કાસમભાઇ ઇબ્રાહીમભાઇ આમ્રોણીયા રહે ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારા રાજકોટ હાઇવે રોડ પર ફરિયાદીની દ્વારકાધીશ સર્વિસ સ્ટેશન આવેલ છે જ્યાં કામ કરતા મજૂરો સાથે સર્વિસ કરવા બાબતે આરોપીએ સામાન્ય બોલાચાલી કરી બેફામ ગાળો આપીને મારી નાખવાની ધમકી આપીને સર્વિસ સ્ટેશનમાં રહેલ નળી તથા ડોલ તથા ઇલેક્ટ્રીક બોર્ડ તથા બીજી ચીજ વસ્તુઓની તોડફોડ કરી તથા શટલમાં લોખંડના પાઇપથી નુકસાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular