HomeMorbiHalvadહળવદના કવાડિયા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી 

હળવદના કવાડિયા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી 

હળવદ તાલુકા પંથકમા અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે ત્યારે હળવદના કવાડિયા ગામે યુવકની પત્ની બે મહિનાથી રીસામણે હોય અને પત્ની દ્વારા કવાડિયા આવવાની ના પાડેલ હોય જેથી કંટાળી યુવકે ગળે ફાંસો ખાઈ જતા યુવકનું મોત નીપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા વિરમભાઈ ઉર્ફે હક્કો ધનજીભાઈ કોપાણીયા (ઉ.વ.૩૦) નામના યુવકની પત્ની છેલ્લા બે મહિનાથી રિસામણે હોય ત્યારથી યુવક ગુમસૂમ રહેતો હતો અને જ્યાં સુધી સરખો કામ ધંધો નહીં કરે ત્યાં સુધી યુવકની પત્નીએ કવાડિયા આવવાની ના પાડેલ હોય જેથી કંટાળીને યુવકે વાડીએ ઝાડની ડાળ સાથે દોરડું બાંધીને પોતાની મેળે ગળેફાંસો ખાઈ જતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ તાલુકો પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular