HomeGujaratમોરબીના સામાકાંઠેથી ઇંગ્લિશ દારૂની ૦૪ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના સામાકાંઠેથી ઇંગ્લિશ દારૂની ૦૪ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી શહેરમાં ઈંગ્લીશ દારૂ બેફામ વેંચાઈ રહ્યો છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂની ચાર બોટલ જેની કિંમત રૂપિયા ૨૧૪૮ ના મુદ્દામાલ સાથે એક ઈસમ ને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સામા કાંઠે આવેલ મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમ વિક્રમભાઈ વેલજીભાઈ ધામેચા (ઉ.વ.૧૯) રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે મોરબી વાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ જેની કિંમત રૂપિયા ૨૧૪૮ ના મુદ્દા માલ સાથે મળી આવતા આરોપીને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular