HomeMorbiઇરાન–ઇઝરાયેલ યુદ્ધની અસર વચ્ચે મોરબી સિરામિક ઉદ્યોગની ચિંતા, મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક

ઇરાન–ઇઝરાયેલ યુદ્ધની અસર વચ્ચે મોરબી સિરામિક ઉદ્યોગની ચિંતા, મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક

આજે ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે ધારા સભ્ય દુર્લભજી દેથરિયા અને મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં હાલમાં ઇરાન – ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ને હિસાબે ઇમ્પોર્ટડ ગેસ અને એક્સપોર્ટ માં સિરામિક ઉદ્યોગ માં જે તકલીફ ઉભી થઇ છે તે બાબત માં ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી. જેમાં સિરામિક ઉદ્યોગ ને કંઇ રીતે લાભ આપી શકાય તે બાબતે મુખ્યમંત્રીએ વિસ્તૃત ચર્ચા કરી હતી.

તેમજ યુધ્ધને લિધે સિરામિક ઉદ્યોગને પડતી તમામ મુશ્કેલીઓ માં રાજ્ય સરકાર હર હંમેશા સાથે રહેશે અને શક્ય તમામ મદદ કરવા મુખ્યમંત્રી એ ખાતરી આપી હતી જે બદલ સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. સાથો સાથ રાજ્ય સરકાર ના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરિયા અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલ , રાજ્ય સરકારના અગ્ર સચિવ એમકે દાસ અને ગુજરાત ગેસ ના એમડી અવંતિકાસિંગ ને રુબરુ મળી ઉદ્યોગના પ્રશ્નો અને ગેસ ના પુરવઠા બાબતે ચર્ચા કરી હતી જેમાં પણ રાજ્ય સરકાર ઉદ્યોગ સાથે રહી ને વિકટ પરિસ્થિતિ માં ઉદ્યોગ ના વિકાસ માટે હર હમેશા તૈયાર રહેશે. સિરામિક ઉદ્યોગ ના વિવિધ પ્રાણ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર અગ્રેસર રહી યુધ્ધ ની પરિસ્થિતિ માં ઉદ્યોગની ઉન્નતિ અને વિકાસ માટે સાથ સહકાર આપશે જે બદલ રાજ્ય સરકારનો સિરામિક એસોસિએશનના હોદ્દેદારો આભાર માને છે.

RELATED ARTICLES

Most Popular