HomeMorbiમોરબીમાં પ્રેમ સંબંધની અદાવતનો કરુણ અંત: મહિલા પર હુમલા બાદ માતાએ ગળેફાંસો...

મોરબીમાં પ્રેમ સંબંધની અદાવતનો કરુણ અંત: મહિલા પર હુમલા બાદ માતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી શહેરમાં પ્રેમ સંબંધના શકવહેમને લઈ સર્જાયેલા વિવાદે ગંભીર વળાંક લીધો છે. મહિલા પર ઘરમાં ઘૂસી હુમલો, જાનથી મારી નાખવાની ધમકીઓ અને સતત માનસિક ત્રાસ બાદ ગભરાઈ ગયેલી વૃદ્ધ માતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે પાંચથી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શહેરમાં રહેતી મહિલાએ આરોપી નઝમા સલિમભાઈ માણેક રહે. શુભ સોસાયટી ગોકુલ ફાર્મની સામે મોરબી, નુરબાનુ રહે. વીસીપરા મોરબી, જીલીબેન રહે. શુભ સોસાયટી ગોકુલ ફાર્મની સામે વાવડી રોડ મોરબી, ભુરીબેન રહે. વીસીપરા મોરબી, નઝમાબેનના સાસુ રહે. શુભ સોસાયટી ગોકુલ ફાર્મની સામે વાવડી રોડ મોરબી, વલિયો દાઉદભાઈ રહે. વીસીપરા મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી નઝમાબેનને ફરીયાદી તથા આરોપી નઝમાબેનના પતિ સલીમ સાથે પ્રેમ સંબંધનો ખોટો શકવહેમ રાખી ફરીયાદીના ઘરે આરોપીઓઓ સ્કોરપીયો ગાડી લઈ આવી આરોપીઓએ હાથમાં લાકડાનો ધોકા લઇ આવી ફરીયાદીના ઘરમાં ગુનાહિત અપપ્રેવશ કરી તમામ આરોપીએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી ફરીયાદીના મમ્મી તથા ફરીયાદીના પતિની હાજરીમાં ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા ફરીયાદીના મમ્મીને મુંઢ માર મારી જતા રહી બાદ આરોપીઓએ ફરીયાદીના ફોન પર ફરીવાર ફોન કરી ફરીયાદીની મમ્મીને મકાન ખાલી કરી દેવાની તથા ફરીયાદીને તથા ફરીયાદીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદીના મમ્મીને ઉપરોકત તમામ આરોપીઓ દ્રારા ધમકી આપી તથા હેરાનગતી કરી ભારે માનસિક તણાવ આપી આપઘાત કરવા દુપ્પેરણ કરી કરતા ફરીયાદીના મમ્મી એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જેથી આ બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular