HomeMorbiમોરબીના વેપારીને ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને ₹3 લાખ...
મોરબીના વેપારીને ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને ₹3 લાખ ભરપાઈનો હુકમ
મોરબીના મોરબી–નાટાઇલ્સના વેપારીને ચેક રીટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. મોરબીના મ.જે. ત્રીજા અધિક સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની કેદ તથા રૂપિયા 3,00,000 ની ભરપાઈ કરવાની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લાના વેપારી–સરદાર રેસિડન્સી અને પ્રોપ્રાયટર મનસુખભાઈ મહેતા સાથે મોરબીના ટ્રેડિંગ પાર્ટનરશીપ ફર્મના ઓથોરાઈઝ્ડ વ્યક્તિ અને પાર્ટનર મહેશભાઈ ભગવાનજીભાઈ કેરર સાથે વર્ષ 2023 દરમિયાન ઉધાર માલ લેવડદેવડ થઈ હતી. આ દરમિયાન આરોપીએ વેપારીને ચૂકવણી માટે ચેક આપ્યો હતો. પરંતુ ચેક બેંકમાં જમા કરાવતા તે ચેક અપર્યાપ્ત ભંડોળ (ફંડ્સ ઇનસફિશિયન્ટ) હોવાને કારણે પરત આવ્યો હતો. ત્યારબાદ ફરીયાદીએ આરોપીને કાનૂની નોટિસ પાઠવી હતી, છતાં પણ આરોપીએ ચૂકવણી ન કરતા ફરીયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કેસ દરમિયાન બંને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાનમાં લઈ મોરબી કોર્ટએ આરોપીને બે વર્ષની કેદની સજા તેમજ રૂ. 3,00,000 ની ભરપાઈ કરવાનો હુકમ કર્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાની પણ કોર્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કામમાં ફરિયાદી ક્રિષ્ના ટ્રેડીંગ પાર્ટનરશીપ ફર્મના ઓથોરાઈઝડ વ્યકિત તથા પાર્ટનર મહેશભાઈ ભગવાનજીભાઈ ફેફર વતી રાજકોટના એડવોકેટ રમેશ બી. દાવડા, પુનમબેન ગોસ્વામી તથા યશ આર. દાવડા રોકાયેલ હતા.