HomeMorbiચરિત્રના શકમાં વહુ પર ત્રાસ : મોરબીમાં સસરા-પતિ અને દીયર સામે પોલીસ...
ચરિત્રના શકમાં વહુ પર ત્રાસ : મોરબીમાં સસરા-પતિ અને દીયર સામે પોલીસ ફરિયાદ
મોરબી શહેરમાં ચરિત્ર અંગેના શકને લઈને એક મહિલાને સાસરીયા પક્ષ દ્વારા મારમારી કરાયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સસરા, પતિ અને દીયર સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતી મનિષાબેન દિલીપભાઈ ડાભી (ઉ.વ. 30) એ આરોપી દેવકરણભાઇ નારાયનભાઇ, દીલીપભાઇ દેવકરણભાઇ, જગદીસભાઇ દેવકરણભાઇ રહે. રોલા રાતડીયાની વાડી દલવાડી સર્કલ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને અરોપીઓ તેના સસરા તથા પતી તથા દીયર થતા હોય જેને ફરીયાદીના ચરિત્ર ઉપર ખોટા શક વહેમ કરી જેમ ફાવે તેમ ગાળો બોલી તથા લોખંડના હથોડાના ઘા કરી પગે ઇજા કરી તથા માથાના વાળ ખેચી માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.