HomeMorbiમોરબી; સીસીટીવીનો વ્યૂ બદલવા દબાણ, દુકાનદારના ઈનકાર બાદ કેમેરા તોડી નાખતા શખ્સ...

મોરબી; સીસીટીવીનો વ્યૂ બદલવા દબાણ, દુકાનદારના ઈનકાર બાદ કેમેરા તોડી નાખતા શખ્સ સામે ગુનો

મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે આવેલા શ્રીરામ પ્લાઝા–01 શોપિંગ સેન્ટરમાં સીસીટીવી કેમેરાના વ્યૂ બદલવાની બાબતે થયેલા વિવાદ બાદ એક શખ્સે કેમેરા તોડી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે ગૌશાળાની સામે રહેતા કિશોરભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) એ આરોપી તૈયબભાઈ મિંયાણા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ પાસે શ્રીરામ પ્લાઝા -૦૧ શોપિંગ સેન્ટરમા ફરીયાદીની દુકાન નંબર -૩૭,૩૮ની બહાર બે સીસીટીવી કેમેરા કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ના લગાવેલા હોય જે સીસીટીવી કેમેરાનો વ્યૂ બદલવા સારૂં આરોપીઓએ ધમકી આપેલ હોઈ અને ફરીયાદીએ સીસીટીવી કેમેરાનો વ્યૂ ન બદલતા આરોપીઓએ સીસીટીવી કેમેરા તોડી નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular