HomeMorbiહોર્મુઝની તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતનું ‘શિવાલિક’ જહાજ સુરક્ષિત મુંદ્રા પહોંચ્યું, ‘નંદદેવી’ આવતીકાલે...

હોર્મુઝની તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતનું ‘શિવાલિક’ જહાજ સુરક્ષિત મુંદ્રા પહોંચ્યું, ‘નંદદેવી’ આવતીકાલે વાડીનાર બંદરે પહોંચશે

વૈશ્વિક સ્તરે સર્જાયેલી અશાંતિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે LPGનો જથ્થો લઈને ભારતનું ‘શિવાલિક’ જહાજ સુરક્ષિત રીતે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચી ગયું છે. આ મહત્વપૂર્ણ સફળતા અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી Jitu Vaghaniએ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં માહિતી આપી હતી.

ગૃહમાં સંબોધન કરતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે હાલ Iran, Israel સહિતના દેશો વચ્ચે ઊભી થયેલી તંગ પરિસ્થિતિ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતનું LPG ગેસ ભરેલું ‘શિવાલિક’ જહાજ Strait of Hormuzમાંથી સુરક્ષિત રીતે પસાર થઈને ગુજરાતના Mundra Port પર પહોંચી ગયું છે.

આ ઉપરાંત ભારતનું બીજું ‘નંદદેવી’ જહાજ પણ હોર્મુઝની જળસંધિમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે અને આવતીકાલે ગુજરાતના Vadinar Port પર પહોંચવાની શક્યતા છે.

મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના નેતૃત્વ હેઠળ ભારતે ડિપ્લોમેટીક રીતે વિશ્વમાં એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. આ મજબૂત ડિપ્લોમેટીક સંબંધોના કારણે જ યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ ભારતના જહાજોને સુરક્ષિત રીતે પસાર થવામાં સફળતા મળી છે.

તેમણે Russia–Ukraine Warના સમયને યાદ કરતા કહ્યું કે તે સમયે વડાપ્રધાનના પ્રયાસોથી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેવી જ કુશળતા અને દ્રઢ નેતૃત્વ આજે ફરી જોવા મળી રહ્યું છે.

અંતમાં મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની ડિપ્લોમેટીક નીતિ અને સફળતાને આપણે વધાવવી જોઈએ. તેમણે વિધાનસભા ગૃહના માધ્યમથી ગુજરાતની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આભાર વ્યક્ત કરી ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

Most Popular