HomeMorbiમોરબીમાં ભત્રીજીને પરેશાન ન કરવા સમજાવતા યુવકને ધમકી; બે શખ્સોએ કુહાડી બતાવી...

મોરબીમાં ભત્રીજીને પરેશાન ન કરવા સમજાવતા યુવકને ધમકી; બે શખ્સોએ કુહાડી બતાવી ડરાવ્યા

મોરબી શહેરમાં ભત્રીજીને પરેશાન ન કરવા સમજાવનાર યુવકને બે શખ્સોએ ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ ફોન પર ગાળો આપી ઝઘડો કરવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા એક વ્યક્તિએ આરોપી ધવલ પરમાર અને ગૌતમભાઈ પરમાર વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીઓને અગાઉ પોતાની ભત્રીજીને પરેશાન નહી કરવા બાબતે સમજાવતા આરોપીઓએ ફરીયાદીના સાથીના મોબાઈલ પર ફોન કરી ઝઘડો કરવાની ધમકી આપી તેમજ ફરીયાદીને કુહાડી બતાવી ડરાવી તેમજ લાકડી વડે માર મારવાની ધમકી આપી ફરીયાદીની ભત્રીજી વીશે ફોન પર ગાળો બોલી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular