HomeMorbiહળવદના કવાડિયા ગામે રહેણાંક મકાનમાંથી 26 બોટલ જપ્ત, આરોપીઓ ફરાર
હળવદના કવાડિયા ગામે રહેણાંક મકાનમાંથી 26 બોટલ જપ્ત, આરોપીઓ ફરાર
હળવદ તાલુકાના કવાડિયા ગામે ગેરકાયદેસર દારૂના જથ્થા સામે પોલીસએ સફળ કામગીરી હાથ ધરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી વિદેશી દારૂની કુલ 26 બોટલ મળી આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસે કવાડિયા ગામે આરોપીના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બ્લુ સ્ટ્રોક એક્સક્યુસાઇટ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૪ બોટલ તથા સુપર ઝુબિલી સ્પેશ્યલ વ્હિસ્કીની ૧૮૦ એમ.એલ.ની ૨૨ બોટલ મળી આવી હતી. કુલ મળીને રૂ. ૨૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ મામલે વનરાજભાઈ શિહોરા અને કરણભાઈ વનરાજભાઈ શિહોરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર મળી આવ્યા નહોતા. જેથી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.