HomeMorbiમોરબીના મયુર બ્રિજ પર ડ્રોન ઉડાડીને વીડિયો બનાવનાર સામે ફરીયાદ ; ઈન્સ્ટાગ્રામ...

મોરબીના મયુર બ્રિજ પર ડ્રોન ઉડાડીને વીડિયો બનાવનાર સામે ફરીયાદ ; ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા પોલીસ એક્શનમા

મોરબી શહેરમાં પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસ.ઓ.જી.માં ફરજ બજાવતા એ.એસ.આઈ. મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયાએ કેરાળા ગામે રહેતા અને ખેતી કરતા આરોપી લિયાકતહુસેન અબ્દુલરહિમ બાદી (ઉ.વ.૩૫) વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ મોરબીના મયુરબ્રિજ વિસ્તારમાં, જે પ્રતિબંધિત ડ્રોન ઝોન જાહેર કરવામાં આવેલ છે, ત્યાં ડ્રોન ઉડાવી મયુરબ્રિજનો વીડિયો તથા એરીયલ વ્યૂના ફોટા લીધા હતા. બાદમાં આ વીડિયો અને ફોટા પોતાનાં નામથી ચલાવાતાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ “Badi Liyakathushen” પર અપલોડ કર્યો હોય જેથી આરોપીએ જાહેરનામાનો ભંગ કર્યો હોવાની ફરીયાદ નોધી પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular