HomeMorbiજમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: ટંકારાના ઘુંટડા (સ)માં વૃદ્ધ પર ભત્રીજાઓનો હુમલો,...

જમીન વિવાદે લીધો ઉગ્ર વળાંક: ટંકારાના ઘુંટડા (સ)માં વૃદ્ધ પર ભત્રીજાઓનો હુમલો, ચાર સામે ફરિયાદ

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે જમીન બાબતના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વૃદ્ધ વ્યક્તિ પર તેમના જ ભત્રીજાઓએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શહેરમાં આવેલ પરશુરામ પોટરી સો – ઓરડી રોડ વરીયા દેવના મંદિર પાછળ રહેતા ધનજીભાઈ દેવજીભાઈ જાદવ (ઉ.વ.૭૦) એ આરોપી દેવજીભાઇ માવજીભાઇ જાદવ, હરેશભાઇ માવજીભાઇ જાદવ, (રમેશભાઇ માવજીભાઇ જાદવ, નરેશભાઇ માવજીભાઇ જાદવ રહે- ધુનડા (સ) તા- ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ધુનડા (સ) ગામે મહાકાળી માતાજીના મંદીરે શ્રીફળ વધેરવા ગયેલ હોય તે વખતે આરોપીઓ સાથે ફરીયાદીને અગાઉ જમીન બાબતે બોલાચાલી થયેલ હોય તેનો ખાર રાખી મંદીરની બહાર શેરીમા આરોપીઓ ફરીયાદીને મળેલ અને કહેલ કે તારે મંદીરે નહી આવવુ તેમ કહેતા ફરીયાદીએ આરોપીઓને કહેલ કે આ મંદીર તેમના પણ માતાજીનુ છે તેમ કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular