HomeMorbiમોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી ટ્રકની ચોરી

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી ટ્રકની ચોરી

મોરબી તાલુકા પંથકમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ શિવધારા કોમ્પલેક્ષ પાછળ ખુલ્લી જગ્યામાંથી વેપારીનુ ટ્રક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના વતની અને હાલ મોરબીના ટીંબડી પાટિયા પાસે પાટીદાર ટાઉનશિપમાં બ્લોક નંબર -૨૦૨મા રહેતા અને વેપાર/ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અલ્કેશભાઈ સવજીભાઈ વારા (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીનુ અશોક લેલન ટ્રક રજીસ્ટર નં-GJ-13-AX-0269 વાળો ટ્રક કિ.રૂ.૩૨,૫૦,૦૦૦/- વાળો (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular