HomeMorbiમોરબીના ઘૂંટુ ગામે ઘર આગળથી બાઈક ચોરી

મોરબીના ઘૂંટુ ગામે ઘર આગળથી બાઈક ચોરી

મોરબી તાલુકાના ઘૂંટુ ગામમાં ચોરીની એક ઘટના સામે આવી છે. બંશરી હોટલ પાછળ આવેલી વસંત વિહાર સોસાયટીમાં રહેતા એક યુવકના ઘર આગળ પાર્ક કરાયેલ મોટરસાયકલ અજાણ્યા ઈસમ દ્વારા ચોરી કરી લેવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ઘૂંટુ ગામે વસંત વિહાર સોસાયટીમાં રહેતા જીલુભાઈ પ્રવિણભાઈ વસવેલિયા (ઉ.વ.૪૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના માલિકીના હોન્ડા કંપનીના સાઈન મોડલનું મોટરસાયકલ નંબર GJ-36-AE-2792, અંદાજિત કિંમત રૂપિયા 60,000, ઘર આગળ શેરીમાં પાર્ક કરેલું હતું. ત્યારે કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular