HomeMorbiમોરબીના સામાકાંઠે ઓફિસમાં જુગાર રમતા ચાર ઈસમો પકડાયા
મોરબીના સામાકાંઠે ઓફિસમાં જુગાર રમતા ચાર ઈસમો પકડાયા
મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે શુભ કોમ્પલેક્ષ ત્રીજા માળે ઓફિસ જુગાર રમતા ચાર શખ્સોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે શુભ કોમ્પલેક્ષ ત્રીજા માળે ઓફિસ નં.૩૨૭ માં આરોપી ધ્રુવભાઈ કાળુભાઈ મોકાસણાના કબ્જા ભોગવટાની ઓફિસમા રેઇડ કરી કુલ-૪ આરોપીઓ ધ્રુવભાઇ કાળુભાઇ માકાસણા (ઉ.વ.૩૩) રહે, સનરેજ વિલા જી-૩૦૧ નાની કેનાલ રોડ મોરબી-૧, જયકિશનભાઇ ભરતભાઇ કલોલા (ઉ.વ.૩૧) રહે, બંસી એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૨ મોરબી, અંકિતભાઇ રણછોડભાઇ કણસાગરા (ઉ.વ.૩૯) રહે, મોરબી-૨ ઉમા ટાઉનશીપ અવધ ફલેટ નં.૧૦૨, સંજયભાઇ વિઠ્ઠલભાઇ સોરીયા (ઉ.વ.૪૨) રહે, મોરબી રવાપર રોડ ગંગા દર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં.૭૦૨ મોરબીવાળાને રોકડા રૂપીયા ૫૦,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.