HomeMorbiમોરબીના ઘુંટુ ગામે પુત્રનો આતંક: માતાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના ઘુંટુ ગામે પુત્રનો આતંક: માતાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી
મોરબી તાલુકાના ઘુંટુ ગામે પરિવારિક સંબંધોને શરમાવે તેવી ઘટના સામે આવી છે. રામનગરી સોસાયટી વિસ્તારમાં રહેતા સુમિત્રાબેન ગોહીલએ પોતાના પુત્ર સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ, પુત્ર રોહિત ગોહીલ ઘરે આવી પોતાની માતાને ગંદી ગાળો બોલતો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ બનાવથી ડરી ગયેલ સુમિત્રાબેન ઘર છોડીને અમદાવાદ સ્થિત પોતાની બહેનના ઘરે આશરો લેવા મજબૂર બન્યા હતા. બાદમાં તેઓ પોતાની બહેન સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.