HomeMorbiમોરબી; પોલીસ દેખાતા જ દારૂ મૂકી બુટલેગરો ફરાર

મોરબી; પોલીસ દેખાતા જ દારૂ મૂકી બુટલેગરો ફરાર

મોરબીના વાવડી ગામે પોલીસને જોઈ બે બુટલેગરો મોપેડ સાથેનો વિદેશી દારૂ મૂકી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સ્થળ પરથી મોપેડ તથા દારૂ મળી કુલ રૂ. ૩૬,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાવડી ગામથી મોઢેશ્વર મહાદેવ મંદિર તરફ જતા કાચા રસ્તા પર ડબલ સવારીમાં આવતી જ્યુપિટર મોપેડ (જીજે-૩૬-એએન-૫૪૯૦) ઉપર સવાર બે શખ્સો પોલીસને દૂરથી જોઈ ગભરાઈ ગયા હતા અને મોપેડ મૂકી ભાગી છૂટ્યા હતા. પોલીસ દ્વારા તપાસ કરતા મોપેડમાંથી ૮પીએમ વ્હિસ્કીની બોટલ (કિંમત રૂ. ૧,૧૦૦) મળી આવી હતી. પોલીસે મોપેડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કિશન છગનભાઈ ડાભી અને સાજીદ ઉર્ફે ટેણી (બન્ને રહે. મોરબી) સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular