HomeMorbiમોરબીના ફરડસર ગામે નજીવી બાબતે વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો
મોરબીના ફરડસર ગામે નજીવી બાબતે વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો
મોરબી તાલુકાના ફડસર ગામે નજીક સિમમા વૃદ્ધ પર બે શખ્સોએ કુહાડી વડે હુમલો કરી વૃદ્ધને ઇજાગ્રસ્ત કરતા બનાવ અંગે મોરબી તાલુકો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા રાજાભાઈ રવાભાઈ કુંભારવાડીયા (ઉ.વ.૭૫) એ તેમના જ ગામના આરોપી રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડિયા તથા લખમણભાઇ દેવાભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ રામીયાભાઈએ ફરીયાદીને કુહાડી વડે ઈજા કરી તથા આરોપી લખમણભાઇએ આરોપી રામીયાભાઈનુ ઉપરાણું લઈ લાકડાના ધોકા વડે ફરીયાદીને માર મારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.