HomeMorbiહળવદના સાપકડા ગામે વાડીના શેઢે થાંભલા ખોડવા બાબતે વૃદ્ધને ધોકા વડે ફટકાર્યા 

હળવદના સાપકડા ગામે વાડીના શેઢે થાંભલા ખોડવા બાબતે વૃદ્ધને ધોકા વડે ફટકાર્યા 

હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં વાડીના સેઠે થાંભલા ખોડવા જેવી સામાન્ય બાબતમાં વૃદ્ધને એક શખ્સે માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતી કરતા ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ મકવાણા (ઉ.વ.૫૭) એ તેમના જ ગામના આરોપી મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ કાનજીભાઈ મકવાણા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં ફરિયાદીના ભાઈ તથા ફરિયાદીના ભત્રીજા વાડીમાં રેઢીયાર ઢોર ન આવે તે માટે લાકડાના થાંભલા ખોડતા હોય અને આ ખોડલ થાંભલા આરોપી કાઢી નાખતા હોય જેથી ફરિયાદી સમજાવવા જતા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ફરિયાદીને માથામાં લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular