HomeMorbiહળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે યુવાનોના કરુણ મોત

હળવદમાં નર્મદા કેનાલમાં ડૂબી જતાં બે યુવાનોના કરુણ મોત

હળવદ પંથકમાં કેનાલના પાણીમાં ડૂબી જતા બે યુવાનોના કરુણ મોત નીપજ હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી અને હાલ હળવદ કચ્છ ફ્રુટ માર્કેટ વિસ્તારમાં રહેતા રાજુરામ કેશારામ જાટ (ઉ.વ.૨૦) અને ફરશારામ દમારામ જાટ (ઉ.વ.૨૪) નામના બંને યુવકો નાહવા માટે માનસર નજીક નર્મદા કેનાલ પર ગયા હતા. આ દરમિયાન રાજુરામ અચાનક કેનાલના પાણીમાં પડી જતા, તેને બચાવવા ફરશારામ તાત્કાલિક પાણીમાં ઉતર્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ, બંને યુવાનો પાણીમાં જતા ડૂબી જતા બંને યુવાનોનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે હળવદ પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular