HomeMorbiવંકાનેરના વિનયગઢની સીમમાં ખનીજ માફિયાઓ પર પોલીસનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’: રૂ.1.65 કરોડનો મુદ્દામાલ...
વંકાનેરના વિનયગઢની સીમમાં ખનીજ માફિયાઓ પર પોલીસનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’: રૂ.1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિનયગઢ ગામની ઝમુરી સીમ વિસ્તારમા ડુંગર પાસેથી ગેર કાયદેસર ખનીજનુ ખનન કરતા ખનીજ માફીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કુલ કિ.રૂ.૦૧ કરોડ ૬૫ લાખ નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને સંયુકતમાં બાતમી મળેલ કે વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની ઝમુરી સીમ વિસ્તાર ડુંગર પાસે હરેશભાઇ જગાભાઇ ડોડા રહે, વિનયગઢ તા.વાંકાનેરવાળો ખરાબાની જમીનમાં જે.સી.બી જેવા વાહનો દ્વારા ગે.કાયદેસર રીતે ખનીજનુ ખોદકામ કરી ગેરકૂ ખનીજ ખનન/વહન અંગેની પ્રવૃતિ કરતા હોય અને હાલે ગેરકાયદેસર ખનીજ ખોદકામની પ્રવૃતી ચાલુ હોય જે મળેલ બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરતા એક જે.સી.બી તથા પાંચ અલગ અલગ કંપનીના ડમ્પર દ્વારા ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન કરતા મળી આવતા આ અંગે ખાણ ખનીજ વિભાગને મોરબીનાઓને જાણ કરી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા બનાવવાળી જગ્યાએથી કુલ મુદામાલ કિ રૂ. ૧,૬૫,૦૦,૦૦૦ કબ્જે કરવામાં આવેલ છે.