HomeMorbiવાંકાનેર પોલીસની SHE TEAMની કામગીરી: ઘરેથી નીકળી ગયેલા સગીર વયના કિશોરને પરિવારને...
વાંકાનેર પોલીસની SHE TEAMની કામગીરી: ઘરેથી નીકળી ગયેલા સગીર વયના કિશોરને પરિવારને સોંપ્યો
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની SHE TEAM દ્વારા માનવતાભરી કામગીરી કરી ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલા સગીર વયના કિશોરને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ તા.૨૧ માર્ચના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યાના સમયે ચોટીલા પોલીસ સ્ટેશનની પી.સી.આર વાનના ઇન્ચાર્જે ૧૧૨ વર્ધીના કામે એક સગીર બાળકને વાંકાનેર બાઉન્ડ્રી વિસ્તારમાંથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી SHE TEAMને જાણ કરી હતી.
ત્યારબાદ SHE TEAM દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરી પુછપરછ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન કિશોરે પોતાનું નામ દેવેન્દ્ર ફતેહલાલ ગામેતી (ઉ.વ. ૮) હોવાનું તથા મૂળ ભાટતા, તા. ઘોઘુંદા, જિ. ઉદયપુરનો હોવાનો જણાવ્યું હતું. હાલ તે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલા એક કારખાનામાં પોતાની માસી ચંપાબેન તથા માસા વેણીરામ ગામેતી સાથે રહેતો હોવાનું અને તેઓની જાણ વગર ઘરેથી નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તરત જ કિશોરના માસા વેણીરામ શાંતિીલાલ ગામેતી, રહે હાલ જયસ્ટોન વસુંધરા, તા. વાંકાનેર, જિ. મોરબીનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. ત્યારબાદ જરૂરી સમજણ આપી કિશોરને સલામત રીતે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો.