HomeMorbiચૂંટણી પૂર્વે ગૃહ વિભાગનું મેગા એકશન: પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓની તૈયારી
ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગનું મેગા એકશન: પોલીસ વિભાગમાં મોટા પાયે બદલીઓની તૈયારી
રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પોલીસ વિભાગમાં 880થી વધુ પીઆઈ (PI) અને આશરે 200 જેટલા પીએસઆઈ (PSI) કક્ષાના અધિકારીઓની મોટા પાયે બદલીઓ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ બદલીઓમાં ખાસ કરીને તેવા અધિકારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જેઓ એક જ જિલ્લામાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત, ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના વતન સાથે સંબંધિત અથવા અનુકૂળ પરિસ્થિતિમાં કાર્યરત અધિકારીઓને પણ અન્યત્ર બદલી આપવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે પીએસઆઈમાંથી તાજેતરમાં પીઆઈ તરીકે પ્રમોશન પામેલા કુલ 249 અધિકારીઓને પણ નવી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવશે, જેનાથી પોલીસ તંત્રમાં વ્યાપક ફેરફાર જોવા મળશે. ગૃહ વિભાગ દ્વારા આજથી લઈને 27 માર્ચ સુધીમાં તમામ બદલીઓ જાહેર કરવાની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. બદલીઓનો વ્યાપ મોટો હોવાથી તેમજ વર્તમાન સત્ર ચાલુ હોવાને કારણે ગૃહ વિભાગમાં મોડી સાંજ સુધી કામગીરી ચાલુ હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.