HomeMorbiમોરબીમાં ઘરનું સપનું સાકાર: PM આવાસ યોજના 2.0 હેઠળ 490 મકાનોને મંજુરી

મોરબીમાં ઘરનું સપનું સાકાર: PM આવાસ યોજના 2.0 હેઠળ 490 મકાનોને મંજુરી

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી)નું અમલીકરણ કરવામાં આવેલ છે જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય- બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવેલ હોઈ તેવા બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) અંતર્ગત કુલ-૪૯૦ આવાસોના DPR માટેની સરકારમાંથી મંજુરી મળેલ છે. ત્રિ-પક્ષિય કરારનામાંની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તે પૈકીના ૭૭ આવાસના કામો પ્લીન્થ ઉપર, ૨૮ આવાસ લીન્ટલ લેવલ ઉપર અને ૨ આવાસ સ્લેબ લેવલ ઉપર બાંધકામની કામગીરી લાભાર્થીની આગેવાનીમાં પ્રગતિમાં છે. ઉપરોક્ત મંજુર થયેલ આવાસો માટે યોજનાની ગાઈડલાઈન મુજબના બાંધકામોમાં સરકારશ્રી દ્વારા નિયમોનુસાર ચાર તબક્કામાં રકમ રૂ. ૪.૦૦(ચાર) લાખની સહાય ફાળવવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular