HomeMorbiમોરબીમાં નાની બાબતે મોટો બખેડો: કેફે સંચાલકો દ્વારા યુવક પર હુમલો
મોરબીમાં નાની બાબતે મોટો બખેડો: કેફે સંચાલકો દ્વારા યુવક પર હુમલો
Advertisement
Advertisement
મોરબીના રવાપર-ધૂનડા રોડ પર પાણી જેવી સામાન્ય બાબતથી શરૂ થયેલી બોલાચાલી હિંસક વળાંક લેતા કેફેના મેનેજર અને માલિકે યુવક પર હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જન્મદિવસની ઉજવણી બાદ થયેલા આ હુમલામાં યુવકને ઇજાઓ પહોંચતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ જીઆઇડીસી પંચવટી સોસાયટી કંકુ હાઈટસ ફ્લેટ નંબર -૨૦૧ માં રહેતા માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડીયા (ઉ.વ.૧૮) એ આરોપી આશીષભાઈ કાર્ગો કેફેના મેનેજર રહે. મોરબી તથા હિરેનભાઈ કાર્ગો કેફેના પાર્ટનર રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તા.૨૧/૦૪/ ૨૦૨૬ ના રોજ રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામાં ફરીયાદી રવાપર ઘુનડા રોડ પર રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટની બહાર જગ્યામા ફરીયાદ તેના મિત્રની પાર્ટી પતાવી ત્યા બાજુમા આવેલ કાર્ગો કેફે નામની નાસ્તાની હોટેલમાં હાથ ધોવા માટે ગયેલ ત્યારે ત્યાના મેનેજર આશીષભાઈ સાથે ફરીયાદીને બોલાચાલી થતા આશિષભાઈ ફરીયાદી સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો મુંઢ માર મારેલ હોય તેમજ ત્યાના શેઠ હીરેનભાઈએ આવીને ફરીયાદીને પ્લાસ્ટિકના પાઈપ વડે માથામા તેમજ ડાબા પગના સાથળ પાસે અને ચહેરા ઉપર મુંઢ ઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement