HomeMorbiમાળીયા-કંડલા હાઈવે પર ટ્રક પાછળ ટ્રક અથડાતા ટ્રક ચાલકનું મોત
માળીયા-કંડલા હાઈવે પર ટ્રક પાછળ ટ્રક અથડાતા ટ્રક ચાલકનું મોત
માળીયા-કંડલા નેશનલ હાઈવે પર ટ્રક અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા-કંડલા નેશનલ હાઈવે પર હરીપર ગામથી આગળ સામખીયારી તરફ એસ.એસ. સોલ્ટ નામના મીઠાના કારખાના સામે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટ્રક નંબર RJ-19-GG-7364 ના ચાલક દેવારામ છોગારામ દારા (ઉ.વ. 30), રહે. રામપુરીયા ગામ તા. બીલાડા જી. જોધપુર, રાજસ્થાનવાળા દ્વારા ટ્રકને પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતા રોડ પર આગળ બંધ પડી રહેલી ટ્રક નંબર GJ-12-BV-7191 ના પાછળના ભાગે જોરદાર અથડામણ થતા પોતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્મતમાં દેવારામ દારાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાલણસર (તા. કાલાવડ, જી. જામનગર) રહેતા ટ્રક ચાલક પંકજભાઈ અરજણભાઈ ગોડંલીયાએ માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે BNS કલમ 281, 106(1) તથા એમ.વી. એક્ટ કલમ 177, 184 હેઠળ ગુનો નોંધ્યો છે.