HomeMorbiમોરબી જિલ્લાના 04 PI ની બદલે અનક એક PIની નિમણૂક કરાઈ

મોરબી જિલ્લાના 04 PI ની બદલે અનક એક PIની નિમણૂક કરાઈ

ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યભરના કુલ 254 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે, જેના પગલે વિવિધ જિલ્લાઓમાં તંત્રમાં હલચલ મચી છે.

આ યાદીમાં અનેક અધિકારીઓના હાલના કાર્યસ્થળમાંથી નવી નિમણૂક સ્થળે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેર, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. ખાસ કરીને PSI માંથી PI તરીકે પ્રમોશન મેળવનાર અધિકારીઓને લાંબા સમયથી રાહ જોવાતી પોસ્ટિંગ આખરે આપવામાં આવી છે, જેનાથી પોલીસ વિભાગમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

મોરબી જિલ્લાને લગતા ફેરફારો પણ મહત્વપૂર્ણ રહ્યા છે. જિલ્લામાં કુલ 4 PI ની બદલી કરવામાં આવી છે, જ્યારે એક નવા PI ની નિમણૂક કરવામાં આવી છે. જેમાં બદલી પામેલા અધિકારીઓમાં: ડી.વી. કાનાણી ને વલસાડ ખાતે મુકવામાં આવ્યા, પુષ્પાબેન સોનારા ને CID ક્રાઇમમાં બદલી, વિજય પરમાર ને CID ક્રાઇમમાં બદલી, એન. એમ. ગઢવી ને સાયબર સેન્ટરમાં મુકાયા, સાથે જ, કચ્છ જિલ્લામાંથી જયદીપ સરવૈયાને મોરબી ખાતે નવી નિમણૂક આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular