HomeMorbiમોરબીમાં ધમકીભર્યા કોલથી ઉઘરાણીનો પ્રયાસ: યુવક અને તેના ભાઈને ધમકી આપનાર શખ્સ...
મોરબીમાં ધમકીભર્યા કોલથી ઉઘરાણીનો પ્રયાસ: યુવક અને તેના ભાઈને ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ દાખલ
Advertisement
Advertisement
મોરબીમાં ધમકી આપીને પૈસાની ઉઘરાણી કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવક અને તેના ભાઈને ફોન પર ધમકીઓ આપી હોય જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ રવિનગર મયુર સોસાયટી પાછળ ત્રાજ પર રહેતા અમરતસિંહ ભૂરો ઉર્ફે ભુરજી સોઢા (ઉ.વ.૨૫)એ બગથળા ગામના ભગીરથભાઈ રતિલાલ ઠોરિયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. અગાઉ થયેલી ફરિયાદ અને તેના ભાઈ નરસિંહભાઈ સોઢા સાથેની પૈસાની લેતીદેતી બાબતે મનદુઃખ રાખી આરોપીએ ફરિયાદી તથા તેના ભાઈ સરદારસિંહ સોઢાને મોબાઈલ ફોન પર ધાકધમકી આપી પૈસા માંગ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement