HomeMorbiમોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 312 બોટલ સાથે એક આરોપી ઝડપાયો,...
મોરબીમાં મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: 312 બોટલ સાથે એક આરોપી ઝડપાયો, સપ્લાયર ફરાર
મોરબી શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા મફતિયા પરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને ખાનગી બાતમી મળતા શોભેશ્વર રોડ પર આવેલા મફતિયા પરા વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ વાસુદેવભાઈ નિશાદના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની કુલ 312 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 37,920 થાય છે. પોલીસે સ્થળ પરથી જીતેન્દ્ર નિશાદને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો પૂરું પાડનાર તરીકે આબિદ હસનભાઈ ભટ્ટી (મોરબી)નું નામ બહાર આવ્યું હતું. હાલ આબિદ ભટ્ટી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.