HomeMorbiટંકારાના ખાખરા ગામેથી દારૂની 24 બોટલ જપ્ત, આરોપી ફરાર
ટંકારાના ખાખરા ગામેથી દારૂની 24 બોટલ જપ્ત, આરોપી ફરાર
Advertisement
Advertisement
ટંકારા તાલુકાના ખાખરા ગામે પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થા સામે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટંકારા પોલીસ દ્વારા ખાખરા ગામેથી વિદેશી દારૂની ૨૪ બોટલ ઝડપી પાડી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ ટીમ નિયમિત પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ખાખરા ગામ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 24 બોટલ કબજે કરી હતી. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂપિયા 7,200 ગણવામાં આવી છે. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી તકનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ મામલે પોલીસે આરોપી પ્રફુલભાઈ ચનાભાઈ અઘારીયા (રહે. ખાખરા, તા. ટંકારા) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
Advertisement
Advertisement