Thursday, April 23, 2026
HomeMorbi“1 લાખ લીધા, 4.88 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણીનો ત્રાસ: મોરબીમાં વ્યાજખોર સામે...

“1 લાખ લીધા, 4.88 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણીનો ત્રાસ: મોરબીમાં વ્યાજખોર સામે ફરિયાદ”

Advertisement
Advertisement

મોરબીમાં વ્યાજખોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં એક આધેડે 1 લાખ રૂપિયા 8 ટકા વ્યાજે લીધા બાદ કુલ 4.88 લાખ રૂપિયા ચુકવ્યા હોવા છતાં આરોપી દ્વારા વધુ રકમ માટે પઠાણી ઉઘરાણી અને ધમકીઓ આપવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ખાનપર (ઘુનડા) ગામના વતની અને હાલ મોરબીના દલવાડી સર્કલ ની બાજુમાં શિવમ એપારમેન્ટ બ્લોક નંબર 303 માં રહેતા અને સીરામીક ટાઇલ્સ નો ધંધો કરતા ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરા (ઉ.વ‌,૪૮) એ આરોપી પ્રકાશભાઈ મેપાભાઇ પીઠમલ રહે દલવાડી સર્કલથી આગળ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ સને ૨૦૨૨ માં પોતાના ધંધા માટે રૂપીયા ૧,૦૦,૦૦૦/-(એક લાખ) આરોપી પાસેથી ૮ ટકા વ્યાજે લીધેલ હોય અને ફરીયાદી પાસે રૂપીયા ૩,૦૦,૦૦૦/- નું નોટરી લખાણ તથા આઇ.ડી.બી, આઈ બેંન્કના ચેક નંગ-૩ (ત્રણ) ફરીયાદી પાસે વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક કઢાવી લી ધેલ હોય અને આ કામના ફરીયાદીએ આરોપીને વ્યાજ તથા પેનલ્ટી સહિત રૂપીયા ૪,૮૮,૦૦૦/- (ચાર લાખ અઢીયા સી હજાર) ચુકવી આપેલ હોય તેમ છતા આરોપી ફરીયાદી પાસે હજુ વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીના દિકરા ભવ્યને ફોન કરી ગાળો આપી વ્યાજ નહિ ભરે તો માર મારવાની ધમકીઓ આપેલ હોય તેમજ ફરીયાદીને વ્યાજ સહિત મુળ રકમ નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈ.પી.કો. કલમ-૩૮૬, ૫૦૪, ૫૦૬(૨) તથા ગુજરાત નાણાની ધીરધાર અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular