Thursday, April 23, 2026
HomeMorbiવાંકાનેરમાં સાયકલ મુદ્દે પડોશીઓ વચ્ચે હિંસક બબાલ : મહિલાઓ સહિત 6 સામે...

વાંકાનેરમાં સાયકલ મુદ્દે પડોશીઓ વચ્ચે હિંસક બબાલ : મહિલાઓ સહિત 6 સામે ગુનો નોંધાયો

Advertisement
Advertisement

વાંકાનેર શહેરમાં નાની બાબતને લઈને મોટો વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં મહિલાઓ સહિત 6 સામે ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરમાં દરબારગઢ રોડ હવેલી શેરીના નાકે ત્રીજી કૃપામાં રહેતા જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી (ઉ.વ.૫૨) એ આરોપી ભાવનાબેન ભાવીનભાઇ કાગડા, શિતલબેન મીલનભાઇ કાગડા, નિરાલીબેન કાગડા, સાવનબેન પ્રદીપભાઇ વાગડીયા, ખુશ્બુબેન કાનાભાઇ વાળંદ, પ્રદીપભાઇ વાગડીયા તમામ રહે, હવેલી શેરીના નાકે, દરબારગઢ રોડ, વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને ત્યા શેરીમા નીકળતા આરોપીએ ફરીયાદીને ગાળો બોલી તેમજ અન્ય આરોપીઓએ તેઓના બાળકોની સાયકલ લિધેલ હોઇ જે બાબતે આરોપીઓ ફરીયાદીના ઘર પાસે વાર ફારતી જઇ ગાળો બોલી ફરીયાદી તથા સાથીને ઢીકા પાટુનો તથા લાકડી વતી મુંઢમાર મારી મો બાઇલ તુટી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular