HomeMorbiમોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું: 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત 

મોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું: 2.87 લાખનો મુદ્દામાલ જપ્ત 

મોરબી મહેન્દ્રનગર સિધ્ધિ વિનાયક સોસાયટીમાં ગજાનન એપાર્ટમેન્ટમાં રહેણાક મકાનમાં જુગાર રમતા કુલ-૫ આરોપીઓને રોકડા રૂપીયા ૨,૬૨, ૫૦૦/-,ગંજીપતાના પાના તથા મોબાઇલ ફોન-૪ કિ.રૂ.,૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૭,૫૦૦/-ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ. સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા રહે. મહેન્દ્રનગર સિધ્ધિ વિનાયક સોસાયટી ગજાનન એપાર્ટમેન્ટ મકાન નં.૧૦૩ મુળ રહે.સરવડ તા.માળીયા(મીં) જી.મોરબીવાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી જુગાર નો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે પંચો સાથે રેઇડ કરતા પાંચ ઈસમો રાજેશભાઇ જીવરાજભાઇ સરડવા રહે.મહેન્દ્રનગર ગજાનન એપાર્ટમેન્ટ મુળ સરવડ તા.માળીયા, વિવેકભાઇ વિનોદભાઈ ગોસાઇ રહે.મોટાદહિંસરા તા.માળીયા મીં., ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા રહે.મહેન્દ્રનગર પ્રભુકૃપા રેસીડેન્સી મુળ માનસર તા.જી.મોરબી, જયેશભાઇ રાઘવજીભાઇ બોપલીયા રહે. મહેન્દ્રનગર મુળ રહે. મોટા ભેલા તા.માળીયા મીં., સાગરભાઇ રમેશભાઇ સરડવા રહે.મહેન્દ્રનગર પ્રભુકૃપા ટાઉનશીપ મુળ સરવડ તા.માળીયા (મીં)વાળાને રોકડા રૂપીયા ૨,૬૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૮૭,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૫ આરોપીઓને પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી મોરબી સિટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular