HomeMorbiમોરબીમાં પાર્કિંગના મુદ્દે તણાવ: નિવૃત પોલીસકર્મી પર છરીથી હુમલાનો પ્રયાસ
મોરબીમાં પાર્કિંગના મુદ્દે તણાવ: નિવૃત પોલીસકર્મી પર છરીથી હુમલાનો પ્રયાસ
મોરબી શહેરમાં બાઈક વ્યવસ્થિત પાર્ક કરવા બાબતે થયેલી બોલાચાલી ગંભીર અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. સામાકાંઠે વિસ્તારમાં નિવૃત પોલીસકર્મી પર આરોપીએ જાહેરમાં છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઈ ગ્રાઉન્ડની સામે શ્રીમદ સોસાયટીમાં શેરી નંબર -૦૬મા રહેતા નિવૃત પોલીસ મેન મયુર સિંહ મહોબતસિંહ જાડેજા (ઉ.વ.૬૪) એ આરોપી નદીમ ઉર્ફે બુધીયો વડગામા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અગાઉ ફરીયાદીએ આરોપીને વ્યવસ્થિત મોટર સાયકલ મુકવાનુ કહેલ જે વાતનો ખાર રાખી મોરબીની જુની દાણાપીઠ પાસે આવેલ શાકમાર્કેટમાં જાહેરમાં આરોપીએ ફરીયાદી સામે આંગળી ચીંધી ગાળો આપી છરીના ઘોદા મારવાની વાત કરતા ફરીયાદિએ આરોપીને શુ કામ ઘોદા મારવાનો છુ તેમ કહેવા જતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદિને જાપટ મારી શર્ટનો કોલર પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસેની છરી કાઢી ફરીયાદિને મારવાની કોશીશ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.