HomeMorbiમોરબીના જાંબુડીયા ગામે સગપણ તૂટતાં ઝઘડો, યુવક સહિત ત્રણને નિર્દયી માર મારતા...
મોરબીના જાંબુડીયા ગામે સગપણ તૂટતાં ઝઘડો, યુવક સહિત ત્રણને નિર્દયી માર મારતા ચાર સામે ગુનો
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાના મુદ્દે ઉગ્ર ઝઘડો સર્જાયો હતો. જેમાં ચાર શખ્સોએ ફરીયાદી પક્ષના યુવક સહિત ત્રણ લોકોને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા અબ્દુલભાઈ કાળુભાઈ ભરવાડી એ આરોપી ભોલાભાઈ બાબુભાઈ સલાટ, મહમ્મદભાઈ બાબુભાઈ સલાટ, કિસન અજીતભાઈ સલાટ, નવઘણ ઉર્ફે કાળુ મહંમદભાઈ સલાટ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી મહંમદભાઈના દિકરા દિકરીનું સામસામું સગપણ કરેલ હોય જે ત્રણ ચાર દિવસ પહેલા સગપણ તોડી નાખેલ જેથી આરોપી ભોલાભાઈએ ફરીયાદીને પથ્થર મારી ડાબી આંખમા ગંભીર ઈજા કરી, સાથી સંજય ભાઈ તથા રાહુલભાઈને આરોપીઓએ ધોકા વડે શરીરે મુંઢઈજાઓ કરી સાથી સંજયભાઈને મોઢાના ભાગે ફે ક્ચર કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.