HomeMorbiમોરબી કોંગ્રેસને મોટો ઝટકો: જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી અચાનક નિધન
મોરબી કોંગ્રેસને મોટો ઝટકો: જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી અચાનક નિધન
મોરબી જિલ્લામાં રાજકીય ક્ષેત્રમાં દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું સોમવારે રાત્રિના સમયે અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ, કિશોરભાઈ ચીખલીયા મહેન્દ્રનગર વિસ્તારમાં વોર્ડ નંબર 4 ખાતે એક આગેવાનને મળવા ગયા હતા. ત્યાં બેઠા હોય તે દરમિયાન અચાનક જ તેમને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું. કિશોરભાઈએ જીવનકાળ દરમિયાન ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો, જેના અનુસંધાને તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના જાણ થતાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. મિલનસાર સ્વભાવ અને લડાયક નેતા તરીકે ઓળખ ધરાવતા કિશોરભાઈના અચાનક નિધનથી ચીખલીયા પરિવાર સહિત સમગ્ર કોંગ્રેસ પરિવારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.