HomeMorbiમાળીયા મિયાણા વિસ્તારમાં રાયસંગપર જવાના રસ્તા નજીકથી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળીયા મિયાણા વિસ્તારમાં રાયસંગપર જવાના રસ્તા નજીકથી બંદુક સાથે એક શખ્સ પકડાયો

માળીયા મિયાણા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. રાયસંગપર જવાના રસ્તા નજીકથી એક શખ્સને દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન, મળેલ બાતમીના આધારે રાયસંગપર ગામ તરફ જવાના રસ્તા પાસેથી દેશી હાથ બનાવટની જામગરી (હથિયાર) બંદુક નંગ -૦૧ કિંમત રૂપિયા ૨૫૦૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમ અસગરભાઇ રમજાનભાઈ મોવર (મીયાણા) રહે.કાજરડા ગામ તા.માળીયાવાળાને પકડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમા‌ હથીયાર ધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular