Monday, April 20, 2026
HomeMorbiલુટાવદર ગામે જુગાર પર પોલીસનો દરોડો : છ શખ્સ ઝડપી પડ્યા

લુટાવદર ગામે જુગાર પર પોલીસનો દરોડો : છ શખ્સ ઝડપી પડ્યા

Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસની પેટ્રોલિંગ દરમિયાન લુટાવદર ગામે રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 1.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના લુટાવદર ગામે આરોપી પ્રદિપસિંહ સહદેવ સિંહ ઝાલાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો પ્રદિપસિંહ સહદેવસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા જીલુભા જાડેજા, હરેશભાઈ રાઘવજીભાઇ સિણોજીયા, નરેન્દ્રભાઈ કરશનભાઈ ફુલતરીયા, દિનેશભાઇ છગનભાઇ ઝાલરીયા, મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલાને રોકડ રૂપિયા ૯૬,૯૨૦ તથા ૦૬ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૮૦,૫૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૧,૭૭,૪૨૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular