HomeMorbiજમીન માપણી મામલે અથડામણ: ઓટાળા ગામે ગાળો, મારામારી અને ધમકીઓ સાથે કેસ...
જમીન માપણી મામલે અથડામણ: ઓટાળા ગામે ગાળો, મારામારી અને ધમકીઓ સાથે કેસ નોંધાયો
ટંકારાના ઓટાળા ગામની સીમમાં આવેલી જમીનના શેઢાની માપણી મુદ્દે બે પરિવારો વચ્ચે જૂનું મનદુઃખ ફરી ઉફાન પર આવ્યું છે. ગાળો, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે બંને પક્ષે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઘટના ચર્ચાનો વિષય બની છે.
ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ (ઉ.વ.૫૨) એ તેમના જ ગામના આરોપી કનુભાઈ બચુભાઈ ગોલતર, બચુભાઈ લધુભાઈ ગોલતર તથા આયુષ કનુભાઈ ગોલતર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કનુભાઈ તથા બચુભા સાથે ફરીયાદીની ઓટાળા ગામની સીમમા એક સેઢે જમીન આવેલ હોય જે જમીનના શેઢાની માપણી બાબતેનું મનદુખ હોય જેના કારણે આ કામના આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો દઇ પકડી રાખી ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપી આયુષે પોતાની ઇકો કાર લઇ આવી ઇકો માંથી ધોકો કાઢી ફરીયાદિના બન્ને પગમાં માર મારી ઇજાઓ પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા કનુભાઈ બચુભાઈ ગોલતર (ઉ.વ.૪૨) એ તેમના જ ગામના આરોપી ભરતભાઈ પરસોત્તમભાઈ દેસાઈ તથા હેમરાજભાઇ પરસોત્તમભાઈ દેસાઈ તથા ભરતભાઈના પત્ની વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ભરતભાઈ તથા હેમરાજભાઈ સાથે ફરીયાદીની ઓટાળા ગામની સીમમા એક સેઢે જમીન આવેલ હોય જે જમીનના શેઢાની માપણી બાબતેનું મનદુખ હોય જેના કારણે આરોપીઓએ ફરીયાદીના દિકરો આયુષ ઉ.વ-૧૯ વાળો વાડીએ બળતણ માટે લાકડા કાપતો હોય જેને જેમ ફાવે તેમ ગાળો દઇ ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપીઓએ ટીશર્ટ ફાડી નાખી તેમજ આરોપીઓએ તેની પાસે રહેલ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.