HomeMorbiમોરબીમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ પણ ખુલ્યું

મોરબીમાં વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, સપ્લાયરનું નામ પણ ખુલ્યું

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની પેટ્રોલીંગ દરમિયાન પંચાસર રોડ કેનાલ પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલો મળતા પોલીસે તરત જ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પંચાસર રોડ કેનાલ પર ઉભેલ એક શખ્સની તલાશી લેતા આરોપી પાસેથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિંમત રૂપિયા ૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જાહિદભાઈ સાહબુદિનભાઈ પીલુડીયા રહે. લાતિ પ્લોટ શેરી નંબર -૧૦ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા માલ આપનાર સાજીદ ઉર્ફે ટેણી રહે. મોરબીવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular